કબજિયાત મટાડવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર !

- Advertisement -

bigstock-An-image-of-a-constipated-man-20368460ગરમ પાણીમાં એક ચમચી આદુંનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.

કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તે પાણી પીવા થી કબજિયાત મટે છે.

પાટીયો ટંકણખાર, મોરથુથું, થોરખરસાણી, લેપાળો, એરંડિયું બધું વાટી નાભી ઉપર લેપ કરવો.

મીંઢી આવળનાં પાન રાત્રે પાણીમાં પલાળી સવારે મસળીને તેમાં ગોળ નાખીને પીવાથી કબજિયાત મટે છે.

હરડે, હિંગ, સૂંઠ, હિમેજ, પીપર, કાકચીયાના મીંજ, સિંધવ ને સંચળનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડા નો મળ છૂટો પડી કબજિયાત મટે છે.

નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.

ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોર માં પીવાથી કબજિયાત મટે છે.

રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.

અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત માટે છે.

કાંદાને ગરમ રાખમાં શેકી, રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.

કબજિયાત હોય અને ભૂખ ઓછી લગતી હોય તો સુંઠ, પીપર, જીરું, સિંધાલુણ, કાળા મરી સરખે ભાગે લઇ, બારીક વાટી, ચૂર્ણ બનાવી, બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાંકવાથી કબજિયાત દુર થાય છે.

લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સૂતી વખતે એક બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.

તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઠ મેળવી ફાંકવાથી કબજિયાત મટે છે.

જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાંચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.

દરુડીનું મૂળ, એલચીના ડોડા, અને સાકાર વાટીને પીવાથી કબજિયાત મટે છે.

ગુલાબના ફૂલ, એલચીના ફોતરા, આખી એરંડી, ધાણા _ આ બધું રાત્રે પલાળી સવારે મસળીને તે પાણી ગાળીને પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

નસોતર અથવા ઈન્દ્રાવરણીના મૂળને વાટી તેમાં ખાંડ નાખી ગરમ પાણી સાથે પીવું.

થોરના મૂળની છાલને વાટી નાગરવેલના પાનમાં ખાવી.

ઇન્દ્રજવ, સંચળ, મીંઢી આવળ, હિમેજનું ચૂર્ણ ગરમ પાણી સાથે રોજ ફાકવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

– ટહુકાર

ટીપ્પણી