કચ્છી દાબેલી

1002235_351291484974199_186566188_nકચ્છી દાબેલી

 

* સામગ્રી :

– 250 ગ્રામ બટાકા

– 6 નંગ દાબેલીના બન

– 1 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો

– 3 ટેબલ સ્પૂન તેલ

– 1 કપ ખજૂર આમલીની ચટણી

– 1 ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની પાતળી ચટણી

– 1 કપ સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા)

– 1 ટેબલ સ્પૂન દાણા

– 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી

 

* રીત :

એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો.

જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો. ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો. હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો. ગરમ ગરમ દાબેલી લીલી ચટની અને સોસ સાથે સર્વ કરો તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય

 

રસોઈની રાણી : પ્રજ્ઞા પટેલ (ભુજ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block