ઓ હો હો હો… લહેકાના માલિક હાસ્ય કલાકાર જ્યારે બધાને રડાવી ગયા

- Advertisement -

996182_573325836052227_216156807_nજન્મ : ૨૩ જુન ૧૯૩૪

જન્મ સ્થળ : નવાગામ (ગોંડલના ગોમટા પાસે)

શિક્ષણ : મેટ્રિક ફેઈલ

શોખ : વાચન

લગ્ન : ૧૭ વર્ષ વયે

બોલિવૂડમાં જોની વોકર અને મહેમૂદ અલીનું જે સ્થાન છે. તેવું જ સ્થાન ગુજરાતી સિને જગતમાં રમેશ મહેતાનું છે. તેમણે પોતાની આગવી અદા દ્વારા ગુજરાતી દર્શકોનું વર્ષો સુધી મનોરંજન કર્યું છે. એક સમયે ગુજરાતી ફિલ્મ્સમાં નાયક જેટલું જ મહત્વ આ મહાશયનું હતું. દર્શકો રમેશ મહેતાની એન્ટ્રીની આતુરતાથી રાહ જોતા હતાં. ‘ઓ હો હો અને ‘ક્યા ગામના ગોરી’ તેની ટેગ લાઇન રહેતી હતી.

23 જુન 1934નાં રોજ જન્મેલા આ ધૂરંધર હાસ્ય અભિનેતાની આજે 79મી જન્મ જયંતિ છે. તેમની જન્મ જયંતિ નિમેત્તે આજે દિવ્યભાસ્કરડોટકોમ લાવ્યું છે તેની જીવન સફર…

રાજકોટમાં કોઇ વ્યક્તિની સ્મશાનયાત્રા નીકળે ત્યારે ‘હે રામ ’ની ધૂન વાગતી હોય પરંતુ કોઇ સ્મશાનયાત્રામાં ક્યારેય તારી માને બજરનું બંધાણ એવા ગીત સાંભળ્યાં છે ? રમેશ મહેતાના નિધન વખતે આ જ ગીત અને એવાં અનેક ગીતો તથા ગુજરાતી ફિલ્મના દર્શકોને ખડખડાટ હસાવનારા સંવાદો એક શબવાહિનીમાંથી સંભળાતા હતા. તે અંતિમયાત્રા હતી ગુજરાતી ફિલ્મોના હાસ્યનટ રમેશ મહેતાની.

D.B.

ટીપ્પણી