એ…હાલો હાલો આજે રવિવારે તો અચૂક બનાવજો…! “BHEL – MANCHURIAN”

images (5) (1)

 

એ…હાલો હાલો આજે રવિવારે તો અચૂક બનાવજો…!

 

“BHEL – MANCHURIAN”

 

** સામગ્રી :-

 

~~ મન્ચુરિયન માટે :

 

– લાંબુ સુધારેલ કોબીજ, ગાજર, ફણસી : ૧/૨ -૧/૨ કપ

– મેંદો : ૨ ટે.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– રેડ ચીલી સોસ : ૨ ટી.સ્પુન

– સોયા સોસ : ૧ ટી.સ્પુન

– મલાઈ : ૨ ટી.સ્પુન

– તેલ : તળવા માટે

– આદુ, મરચાની પેસ્ટ : ૧ ટી.સ્પુન

– લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન

~~ ભેળ માટે :

– બાફેલ નુડલ્સ : ૧ કપ

– બોઈલ્ડ રાઈસ : ૧/૨ કપ

– તળેલ નુડલ્સ : ૧/૨ કપ

– આદુ ની પેસ્ટ : ૧ ટી.સ્પુન

– લસણની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– લાંબુ સમારેલ કેપ્સીકમ : ૧ નંગ

– લાંબુ સમારેલ ગાજર : ૧/૨ કપ

– લાંબુ સમારેલ કોબીજ : ૧/૨ કપ

– લાંબી સમારેલ ફણસી : ૧/૪ કપ

– લાંબી સમારેલ ડુંગળી : ૨ નંગ

– લાંબા સમારેલ ટામેટા : ૨ નંગ

– લાંબી સમારેલ લીલી ડુંગળી : ૧ નંગ

– તલ નું તેલ : ૨ ટી.સ્પુન

– વિનેગર : ૨ ટી.સ્પુન

– રેડ ચીલી સોસ : ૨ ટી.સ્પુન

– સોયા સોસ : ૧ ટી.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– લાલ મરચું પાવડર : ૧ ટી.સ્પુન

** રીત :-

~~ મન્ચુરિયન બનાવવા :

કોબીજ, ગાજર, ફણસી, આદુ-મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું, રેડ ચીલી સોસ, મલાઈ, મેંદો, બધું જ મિક્સ કરી ગરમ તેલમાં મન્ચુરિયન ગોલ્ડન કલર નાં થાય ત્યાં સુધી તાળી સાઈડ પર રાખવા.

~~ ભેળ બનાવવા :

સૌ પ્રથમ સપાટ તળિયા વાળી કડાઈમાં તલનું તેલ લઇ ગરમ થાય એટલે તેમાં આદુની અને લસણની પેસ્ટ સાંતળવી. પછી તેમાં લાંબી સમારેલ ડુંગળી સાંતળી તેમાં કેપ્સીકમ અને ફણસી સંતાડવા. ૨ મિનીટ પછી તેમાં કોબીજ અને ગાજર સાંતળી ફરી ૨ મિનીટ પછી તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, મીઠું, લાલ મરચું પાવડર, બોઈલ્ડ રાઈસ, બોઈલ્ડ નુડલ્સ, બધું જ સરખી રીતે મિક્સ કરી લેવું. હવે છેલ્લે તેમાં લીલી ડુંગળી તેમજ લીલી ડુંગળી નાં પાન, મન્ચુરિયન અને ટામેટા નાખી નીચે ઉતારી લેવું. હવે તેને સર્વિંગ પ્લેટ માં લઇ લીલી ડુંગળી નાં પાન અને તળેલ નુડલ્સ વડે ગાર્નીશ કરી સર્વ કરવું. તો તૈયાર છે એકદમ INNOVATIVE એવી : ” ભેળ મન્ચુરિયન ”

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી