એ હાલો હાલો આજે તો માણીએ…. “ચના જોર ગરમ”

954861_534683776568725_1997048301_n

 

એ હાલો હાલો આજે તો માણીએ…

“ચના જોર ગરમ”

 

સામગ્રી : (8 વ્યક્તિ માટે)

 

1 કિલો કાબુલી ચણા

6 નંગ લીંબુ

800 મિલી પાણી

મરચું, ખાંડ, હળદર, લવિંગ, મીઠું સંચળ, તજ

 

રીત :

સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને પલાળો. બીજે દિવસે સવારે ઊકળતા પાણીમાં તેને નાખો. એક ઊભરો આવે એટલે નીચે ઉતારી લો. તેમાં 1 ચમચી તેલ નાખી ઢાંકી રાખો. ત્રીસ મિનિટ બાદ ચણાને બહાર કાઢી કોરા કરો.

સેલો ફેન પેપર-બેગમાં થોડા ચણા નાખી દબાવો. તે બધા ચપટા થયે તેલમાં તળી લો. તળેલ ચણા ઉપર લીંબુનો રસ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ, મરચું, હળદળ, સંચળ અને મીઠું નાખી હલાવો.

5000 કૅલેરીની આ વાનગી છે. શેકેલા ચણા પિત્ત અને કફને મટાડે છે. તેમજ ચણામાંના પ્રોટીન દ્રવ્યોને કારણે બાળકો માટે તે સારો, સસ્તો પુષ્ટિદાયક બની રહે છે.

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી