એપલ, ગૂગલ, યાહુ, …જાણો આ ટેક કંપનીના નામની કહાની…

- Advertisement -

Gujaratijoks image

એપલ, ગૂગલ, યાહુ, … આ શબ્દોનો અર્થ કદાચ તમને ખબર નહીં હોય પરંતુ તેમના નામ ચોક્કસ સાંભળ્યા હશે. આ દુનિયાની જાણીતી ટેક કંપનીઓ છે અને લોકોની જીભ પર આ નામ ચઢ્યા છે. જોકે, જ્યારે તેના સંસ્થાપકોએ કંપનીના નામ માટે તેમને પસંદ કર્યા તો આ શબ્દ અજીબ લાગતા હતા.

 

ટ્વિટર

સોશયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને પહેલા સ્ટેટસ તરીકે ઓળખવામાં આવતું અને પછી ટ્વિટેક. ટ્વિટરના સંસ્થાપકોએ ‘સ્ટેટસ’ ટાઇટલ લીધું અને બાદમાં સારા નામ માટે શબ્દકોષ ફેંદી નાંખ્યો. કંપનીના સંસ્થાપક ડૉરસે લૉસ એન્જલ્સ ટાઇમ્સ કહે છે કે અમે એવી ફીલિંગ ઇચ્છતા હતા કે તમે તમારા મિત્રના ખિસ્સામાં ગૂંજતા રહો. આ આખી દુનિયામાં ગૂંજે તેવો હોય. તેના માટે ટ્વિટેક શબ્દ પસંદ કર્યો, પરંતુ એ પણ ઉપયુક્ત ન લાગ્યો. અમે શબ્દકોષને ફરીથી ફેંદી નાંખ્યો અને ટ્વિટર શબ્દ પસંદ આવ્યો. તેનો મતલબ પક્ષીઓના ચીં-ચીં કે અપ્રસાંગિક માહિતીઓનો વિસ્ફોટ થાય છે.

ગૂગલ

‘ગૂગલ’ ગાણિતિક શબ્દ ગૂગોલ પરથી ઉતરી આવ્યું છે. આ એ સંખ્યા છે 1ની પાછળ 100 શૂન્ય લાગે છે. ગૂગલના સંસ્થાપકો સર્જી બ્રેન અને લૈરી પેજે સૌથી પહેલાં પોતાના સર્ચ એન્જિનનું નામ ‘બેન્ક રબ’ રાખ્યું હતું. ત્યારબાદ તેમણે નામ બદલીને ગૂગલ રાખી લીધું. બ્રેન અને પેજ એ આ શબ્દ માટે ઉપયુક્ત શબ્દ મેળવ્યો. કારણ કે આ એક એવું શક્તિશાળી એન્જિનનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ભારે ભરખમ માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે.

યાહૂ

‘યાહૂ’ શબ્દ એટલે યટ અનૉધર હાઇયરાર્કિકલ ઑફિસિયસ ઑરેકલ ગુલિવરની યાત્રાથી પ્રેરિત છે. જૈરી યાંગ અને ડેવિડ ફિલો એ પોતાની કંપનીનું નામ 1994મા બદલીને ‘જૈરીજ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’ કરી દીધું હતું. યાહૂ શબ્દની પસંદગી તેના સાહિત્યિક કરવાની જગ્યાએ તેના મિતાક્ષરો યટ અનૉધર હાઇયરાર્કિકલ ઑફિસિયસ ઑરેકલ માટે. જોનાથન સ્વિફ્ટની ગુલિવરની યાત્રાઓમાં યાહૂજ જંગલી જીવ હતું, જેનો અર્થ અસભ્ય, અપરિષ્કૃત, અને ગવાર થતો હતો.

સ્કાઇપ

વીડિયો કૉલિંગની સર્વિસીસ આપતા સ્કાઇપનું નામ પહેલાં ‘સ્કાઇ પીર ટુ પીર’ રખાયું હતું. ત્યારબાદ તેનું નામ સ્કાઇપર કરાયું. પછી ડોમેન નામોની શરતોની અંતર્ગત આર ને છોડવો પડ્યો અને આ રીતે સ્કાઇપ નામ પડ્યું.

એપલ

એક ભાગીદારી કંપની પર કામ કરતાં સ્ટીવ જોબ્સના દિમાગમાં આ શબ્દ આવ્યો. જૉબ્સના સહ-સંસ્થાપક સ્ટીવ વોજનિક કહે છે કે પાલો અલ્ટો અને લૉસ અલ્ટોની વચ્ચે નેશનલ હાઇવે 85 પર ગાડી ચલાવતા સમયે સ્ટીવના મગજમાં કંપનીનું નામ એપલ કોમ્પ્યુટર્સ રાખવાનો વિચાર આવ્યો. સ્ટીવ પોતે કહે છે કે મારા દિમાગમાં શાનદાર નામ સૂઝયું. બની શકે કે આ સફરજનની વચ્ચે કામ કરતાં જ આવ્યું હોય.

 

ટીપ્પણી