એક ચટાકેદાર વાનગી “દહીં કબાબ” ! એન્જોય

913052_586379311386220_469191473_nઋષિભાઈ ટાટમીયા આમ તો આઈ.ટી. ના માણસ છે પણ સાથે સાથે બેસ્ટ કુકિંગ એક્સપર્ટ પણ ખરા જ…બે દિવસ પેલા જ તેમણે બનાવેલ એક ચટાકેદાર વાનગી “દહીં કબાબ” ! એન્જોય

 

સામગ્રી :

=====

૧. ૫૦૦ ગ્રામ દહીં

૨. સેકેલા ચણા નો પાવડર (અથવા ચણાનો લોટ) ૨ બે ચમચી

૩. મકાઈ નો લોટ (2-3 tbsp)

૪. તેલ કે ઘી (2-3 tbsp)

૫. એક લીલું મરચું ( ઝીણું સમારેલું)

૬. લીલી કોથમરી (2 tbsp ઝીણી સમારેલી))

૭. આદુ ની પેસ્ટ

૮. તીખા અને મરી નો પાવડર (એક નાની ચમચી)

૯. મીઠું સ્વાદ અનુસાર

 

રીત :

===

સૌથી પેલા એક મોટા વાસણ માં દહીં નો મસ્કો, ચણા નો પાવડર, કોથમરી, મરચું, આદુ, મીઠુ બધું નાખી દો.

પછી તેને સરસ હલાવી ને એક મિશ્રણ ત્યાર કરો. અને પછી એક વાસણ માં મકાઈનો લોટ લો. તેને થોડો તમારા હાથ પર લગાવો અને પછી પેલા મિશ્રણ ના ગોળ ગોળ લાડુ બનાવી ને સેજ હળવા હાથે દબાવી દો.

અને પછી તે લાડુ ને મકાઈ ના લોટ માં ફેરવો અને તેને એક ડીશ માં અલગ રાખો અને એક નોસ્તિક તવા થોડુ તેલ કે ઘી રેડો અને તેને આખા તવા પર ફેરવી દો અને એક એક કરીને બધા લાડુ તવા પર મુકીદો અને જ્યાં સુધી બન્ને બાજુ આછા લાલ થવા દો બસ હવે ત્યાર છે સ્વદીસ્ત દહીં કબાબ.

અભિપ્રાય આવકાર્ય છે…!

ટીપ્પણી