એક ઉભરતી કવિયત્રી “શબનમબેન ખોજા”

એક ઉભરતી કવિયત્રી શબનમબેન ખોજા એ ભ્ર્ષ્ટાચાર ના વિષય પર એક સુંદર કવિતા લખી મોકલાવી છે…..

તેમનો ઉત્સાહ વધારવા માં તમે સહયોગ આપશો તેવી ખાતરી સહ –

શું કરું હું ? શું કહું હું ?

મારા હાથમાં કંઈ જ નથી,

છતાં હાથ પર હાથ ધરી

બેસું એવી હું નથી ,

હા, એને દૂર કરવા કરવો પડશે વિચાર

ભારતની આ ભૂમિને અભડાવે છે ભ્રષ્ટાચાર.

 

કરવી છે સરસ્વતીની પૂજા

પણ લક્ષ્મી માર્ગ આંતરે છે ,

એડમિશન માટે ડોનેશનમાં

ઢગલો પૈસા માંગે છે ,

બધે જ ચાલુ થઇ ગયો છે શિક્ષણ નો વ્યાપાર

ભારતની આ ભૂમિને અભડાવે છે ભ્રષ્ટાચાર .

 

ગરીબોનું કોણ છે અહીં?

ગરીબોને કોણ સાંભળે છે ?

પૈસાદારોને ના કોઈ દુઃખ,

તે તો રાજમહેલોમાં મ્હાલે છે,

ભ્રષ્ટાચારીઓની લીલામાં આમજનતા લાચાર

ભારતની આ ભૂમિને અભડાવે છે ભ્રષ્ટાચાર.

 

આવું ચાલશે ક્યાં સુધી ?

સહન કરવું આમ ક્યાં સુધી ?

ભ્રષ્ટાચાર ભગાવવો છે ,

આમ જોયા કરશું ક્યાં સુધી ?

જાગો મિત્રો ! જાગો , હવે કરો કંઈક ઉપચાર

ભારતની આ ભૂમિને અભડાવે છે ભ્રષ્ટાચાર …

ટીપ્પણી