એક અગત્યની સુચના.. જેંતીલાલનાં દરેક વાચકે ખાસ ધ્યાન આપવા યોગ્ય.. આ પોસ્ટને શેર કરો જેથી તમારા લાગતા-વળગતા મિત્રોને પણ તેમના બિઝનેસમાં કામ લાગે..

jetilal template - Copy (32) - Copyમિત્રો ! એ તો હવે જગ જાહેર છે કે આપણી વેબ સાઈટ ગુજરાતીઓમાં બધાને હૈયે રાજ કરે છે. માત્ર ગુજરાત જ નહિં, પણ ગુજરાતની બહાર વસતા લાખો ગુજરાતીઓ સુધી જેંતીલાલ દરરોજ પહોંચે છે.

એટલું જ નહિ, પણ જે એન.આર.આઈ ગુજરાતીઓ છે તેઓ પણ હજારોની સંખ્યામાં આપણા ફેન છે અને તેઓ પણ આપણી આ સાઈટની નિયમિત મુલાકાત લે છે.. એને ખુબ જ ચાહે છે, માણે છે.

મને ઘણી વખતથી ઘણા બધા પ્રોફેશનલ તેમજ ધંધાદારી મિત્રોના મેઈલ અને મેસેજ આવતા કે તમે તમારી વેબ સાઈટ પર અમારી જાહેરાત મુકો જેથી બધાને તેનો લાભ મળી શકે અને તેમના બિઝનેસનું બ્રાન્ડીંગ અને જાહેરાત પણ થાય…!

આ બાબતમાં શરુઆતમાં મને થોડો ખચકાટ થતો હતો કારણ કે મને આપણી સાઇટને જાહેરાતોનાં ઢગ વચ્ચે રુંધી નાખવી નહોતી.

પણ છેલ્લા થોડા સમયથી મને આપણા વાચક મિત્રોનાં પણ અવનવા મેસેજ આવે છે જેમ કે કોઇને અમેરિકાનાં પરમેનન્ટ વિઝા મેળવવા છે, તો કોઇ NRIને ભારતમાં સારા ડોક્ટર પાસે સારવાર કરાવવી છે. કોઇને ઇમ્પોર્ટ-એક્ષપોર્ટમાં મદદ જોઇએ છીએ, તો કોઇને દીવની કોઇ સારી રેસ્ટોરન્ટ કે હોટલ માટે સજેશન જોઇએ છીએ. કોઇને કઇ કંપનીનાં શેરમાં નાણા રોકવા તે અંગે સલાહ જોઇએ છીએ, તો કોઇ NRIને SG Highway પર સારી પ્રોપર્ટીનો બેસ્ટ રેટ જાણવો છે… વળી, ટેક્નોલોજી અને કારકિર્દી બાબત તો અનેક પ્રશ્નો પૂછાય છે.. હવે આ બધા પ્રશ્નોનાં જવાબ ગોતવા બેસું તો આપણું પેઇજ અને વેબસાઇટનું કામ સાઇડ પર રહી જાય.. માટે કંઇક રસ્તો કાઢવો જ જોઇએ એવુ લાગ્યુ…

લોક લાગણીને માન આપી આજે મેં નક્કી કર્યું છે કે જે પણ મિત્રોને તેમના બીઝનેસની, કોઈ સર્વિસીઝની, તેમના કોઇ સ્પેશ્યલ પ્રોડક્ટની, એન.જી.ઓ.ની તથા નવા નવા સાહસોની જાહેરાત કરાવી હોય અને વિશ્વના બધા ગુજરાતીઓ સુધી પહોંચતી કરવી હોય તો હું તે અત્યંત નજીવા દરે કરી આપીશ…! આનાથી વાચક મિત્રોને પણ તેમને મૂંઝવતા પ્રશ્નોનાં જવાબ મેળવવામાં હું ત્વરિત મદદ કરી શકીશ..

– તમારો જેંતીલાલ!

ટીપ્પણી