ઉપરના બધા જ સવાલનો જવાબ છે…”ફરસાણ કાર્ટ ડોટ કોમ” (જો તમે ભારત માં રહો છો) અને “ગ્લોબલ ડોટ ફરસાણ કાર્ટ ડોટ કોમ” (જો તમે પરદેશમાં રહો છો!).

1010445_535966883107718_977868923_n

 

મિત્રો ! ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. સુકા નાસ્તાના તો પ્રેમી જ જાણે. હોસ્ટેલમાં પરીક્ષા માટે વાંચતી વખતે અડધી રાત્રે યાદ આવે તે નાસ્તો, વર્ક પરથી ઘરે આવીએ એટલે પેલા યાદ આવે તે નાસ્તો, બપોર પછી સીરીયલ જોતા હોઈએ અને ચા ની ચૂસકી સાથે કઈ યાદ આવે તે નાસ્તો…!

પણ સમસ્યા એ છે કે જો…

અમેરિકામાં રેહતા જીમી(જીવન)ભાઈને જગદીશનો ડ્રાયફ્રુટ ચેવડો ખાવાનું મન થાય તો શું કરવું ? કેનેડામાં રેહતા કેશ(કશ્યપ)ને પાયલની ભાખરવડી ખાવાનું મન થાય તો શું કરવું ? ઓસ્ટ્રેલિયા કે લંડનમાં રેહતા કેટીબેન(કલ્પનાબેન)ને સુખડીયાનો લીલો ચેવડો ખાવાનું મન થાય તો શું કરવું ?

તેવી જ રીતે રાજકોટમાં રેહતા રવીભાઈને જગદીશની મેથીપૂરી ખાવાનું મન થાય તો ? અમદાવાદમાં રેહતા અકબરભાઈને જે.કે.નો ચાંદની મુખવાસ ખાવાનું મન થાય તો? બરોડામાં રેહતા બીનીતાબેનને સુખડીયાનું હલવાસન ખાવાનું મન થાય તો ?

હા, મિત્રો…ઉપરના બધા જ સવાલનો જવાબ છે…”ફરસાણ કાર્ટ ડોટ કોમ” (જો તમે ભારત માં રહો છો) અને “ગ્લોબલ ડોટ ફરસાણ કાર્ટ ડોટ કોમ” (જો તમે પરદેશમાં રહો છો!).

બરોડાના આપણા એક મિત્ર “દર્શન ધ્રુવ” દ્વારા આ હટકે વેબ સાઈટ બનાવામાં આવી છે. આ વેબ સાઈટ પરથી ઉપરની બધી જ સમસ્યાનો હલ થઇ જાય છે. વેબ સાઈટ જુઓ અને જેમ બીગ બઝારમાં લટાર મારતા હોય તેમ વાનગીઓ જોતા જાઓ…અને મન થાય તે ઓર્ડર કરો…!! હવે ગુજરાતની પ્રખ્યાત અને નામચીન વાનગીઓ તમારા આંગળીના ટેરવા પર….!!

અને હા, તેમનું ફેસબૂક પેજ જોઈને લાઈક કરવાનું ભૂલશો નહીં! (https://www.facebook.com/Farsankart)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block