ઉપયોગી ટીપ : તમારી ચોરાયેલી કાર પાછી કેવી રીતે મેળવશો?

- Advertisement -

car

 

કાર માલિકો માટે ઉપયોગી ટીપ (શેર કરો….શેર કરો…..શેર કરો…… )

===============================

મિત્રો તમે તમારી ચોરાયેલી કાર પાછી કેવી રીતે મેળવશો?

જે લોકોને કાર નો વીમો કે ટ્રેકર સિસ્ટમ પોસાય એમ ના હોય એમના માટે આ ખૂબજ સરસ ઉપાય છે. હું મારા બધા જ મિત્રો ને આ વાત જણાવાવા માંગુ છું; તમે પણ જરૂર જણાવશો!

ચોર ને તમારી કાર ઉપાડી જતા ફક્ત બે જ મિનીટ લાગે છે. ભલે તમારી કાર ટ્રેકર કે ઓટો અલાર્મથી સજ્જ કેમ ના હોય!

 

કોઈ ચાલુ કે એક્ટિવ મોબાઈલ તમારી કાર માં કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવીને રાખવો એ તમારી કાર માટેની સૌથી ઉત્તમ સુરક્ષા છે.

૧. કોઈ પણ સસ્તો મોબાઈલ જે વધારે સ્ટેન્ડ બાય ટાઈમ આપતો હોઈ એવો ખરીદી લો. – ૩૦૦૦ કરતા પણ સસ્તો

૨. તમારા મોબાઈલ માં દેશની બેસ્ટ નેટવર્ક ની સુવિધા આપે એવું કનેકશન લો – દા.ત. એરટેલ કે વોડાફોન કે અન્ય કોઈ

૩. મોબાઈલ ને તદ્દન સાઈલેન્ટ મોડ માં રાખો (ફરી તપાસી લો કે મોબાઈલ સાઈલેન્ટ મોડ માં રાખતા વાઈબ્રેટ ના થવો જોઈએ )

૪. તેને કોઈ પ્લાસ્ટિક ના કવર માં પેક કરી ને રાખો જેથી એના છૂપા ઉપયોગ દરમિયાન એને ધૂળ કે અન્ય કઈ કચરો લાગે નહીં.

૫. કોઈ બીજા મોબાઈલ થી તમારા આ મોબાઈલ ને કોલ કરી ને ખાતરી કરી લો કે કોલ લાગે છે કે નહીં.

૬. તમારા આ મોબાઈલ ને તમારા કાર ની કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાડી દો કે જ્યાં એ જલદીથી દેખાય નહીં પરંતુ કૉલ લાગી શકે. અને બસ થઇ ગયું કામ!

 

જો તમારી કાર ચોરાઈ ગઈ હોઈ તો તમારા સ્થાનિક પોલીસ હેલ્પલાઈન ૧૦૦ ને સંપર્ક કરો. તમારી કાર માં છૂપી રીતે રાખેલ એ મોબાઈલનો નંબર એમને આપો. એ મોબાઈલ ને કોલ કરતા પોલીસ આસાનીથી એ જગ્યાને શોધી શકશે. શક્યતા છે કે તમને તમારી કાર શક્ય તેટલા સૌથી ઓછા સમય માં મળી શકે.

અને છેલ્લે, તમારા મોબાઈલ ને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત ચાર્જ કરવાનું નહીં ભૂલતા અને પાછું એને ચાલુ હાલતમાં કાર માં છૂપાવી દો .

પ્લીઝ, તમે તમારા મિત્રો સાથે આ વાત અચૂક શેર કરજો! (અને, એમને મદદગાર થવાનો પ્રયત્ન કરશો)

Good Luck!

અને, જો આ રીતે તમને તમારી કાર પાછી મળી જશે ત્યારે મિત્રો તમે જરૂર મને તમારી પ્રાર્થના માં શામિલ કરશો!

સૌજન્ય : મમતા સરવૈયા

ટીપ્પણી