ઉડીઅપમ

IMG_0080

WEEKEND SPECIAL

* સામગ્રી :-
– ચોખાનો લોટ : ૨૫૦ gm
– સોડા : ચપટી
– લીલું નાળીયેર : ૩ ટે.સ્પુન
– મોણ માટે તેલ : ૧ ટે.સ્પુન
– લાલ, લીલા, પીળા કેપ્સીકમ : ૩ ટે.સ્પુન
– બાફેલ લીલા વટાણા : ૩ ટે.સ્પુન

~ વઘાર માટે :

– તેલ : ૨ ટી.સ્પુન
– જીરૂ, હિંગ, તલ, લીમડો
– અડદની દાળ : ૧ ટી.સ્પુન
– આદુ, મરચાની પેસ્ટ : ૨ ટી.સ્પુન
– તલ : ૨ ટી.સ્પુન
– સુકા લાલ મરચા : ૧ ટી.સ્પુન
– મીઠું : સ્વાદ પ્રમાણે
– ચાટ મસાલો

~ સર્વિંગ માટે :

– લીલી ચટણી
– દહીંની ચટણી [ તેલ, જીરૂ, હિંગ, લીમડો, ઝીણા સમારેલ લીલા મરચા ]

* રીત :-
સૌ પ્રથમ ચોખાના લોટમાં મોણ માટેનું તેલ, સોડા અને મીઠું નાખી હુંફાળા પાણીથી રોટલી જેવો લોટ બાંધી ગાંઠીયાના સંચા વડે સેવ પાડી ધોકડીયા માં ૧૦ મિનીટ માટે બાફવા મુકો.
ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચા તેલ લઇ તેમાં જીરૂ, હિંગ, આદુ-મરચાની પેસ્ટ, તલ, અડદની દાળ, લીમડો, લાલ સુકા મરચા નાખી સાંતળી લેવું.
ત્યારબાદ લીલા નાળીયેરનું ખમણ, ૩ કલરના કેપ્સીકમ, લીલા વટાણા, મીઠું, ચાટ મસાલો, શેકેલ જીરાનો પાવડર બધું મિક્સ કરી ૨ મિનીટ પછી નીચે ઉતારી કોથમીર અને નાળીયેરના ખમણથી ડેકોરેટ કરી લીલી ચટણી અને દહીંની ચટણી સાથે સર્વ કરવું.

Courtesy: Harsha Mehta, Rajkot

ટીપ્પણી