“ઈન્સ્ટનટ મગ ની દાળ નો શીરો “:-

- Advertisement -

1060510_10151519451716088_700207050_n

મગની દાળ નો શીરો રાજસ્થાની મીઠાઈ છે .જે વધારે વર્ષાદ અને શિયાળા ની ઋતુમાં ખવાય છે .અને આપણા ભારતીય સંસ્કૃતિની શાનદાર મીઠાઈમાં ગણાય છે . આ મીઠાઈ બનાવતા ઘણો સમય જોવે છે .શું તમારી આગળ સમય ઓછો છે? અને મગની દાળનો શીરો ખાવાનું મન થયું છે ? તો ચાલો એક્દમ ફટાફટ અને ટકાટક આપણે બનાવીએ….

 

“ઈન્સ્ટનટ મગ ની દાળ નો શીરો “:-

 

સામગ્રી :-

1 કપ શેકેલી મગ ની દાળ નો પાવડર

1 કપ ખાંડ

1 કપ દૂધ

8 ટેબલ સ્પૂન ઘી

1 ટેબલ સ્પૂન એલચી નો પાવડર

1 ટી સ્પૂન કેસર

1/2 કપ પાણી

સજાવટ માટે કાજુ બદામ (નાના નાના ટુકડા)

 

રીત:-

*સૌ પેલા જાડી કડાઈ લઇ ને ધીમા આંચ પર મગ ની દાળ ને શેકી લ્યો .ત્યાર બાદ ઠંડી પડે તેને મિક્ષ્ચર માં પીસી લ્યો ને તેનો પાવડર તેયાર કરો .

*કડાઈ મા ઘી નાખો , ને મગ ની દાળ નાપાવડર ને ધીમી આચે શેકો .ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી શેકો .

*પાણી,દૂધ ,કેસર ,ખાંડ,એલચી નો પાવડર તેમાં નાખી ને મિક્ષ કરો .અને ધીમી આંચ પર હલાવો .બધું એક સરખું મિક્ષ થઇ ને શોષાય જાય ત્યાં સુધી હલાવો .

*કાજુ બાદમ થી તેને સજાવો .

*બસ જલ્દી જલ્દી ગરમા ગરમ મગ ની દાળ નો શીરો સર્વ કરો.

 

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસ અબાબા, ઇથોપીયા)

ટીપ્પણી