“ઈડલી મંચુરિયન”

- Advertisement -

1059280_10151516102826088_994181836_n

સવાર સવાર માં શું નાસ્તો બનાવું? ઈડલી વધી છે?વરસાદ આવે છે?તો ચાલો આજે આપણે ઇન્ડો ચાઇનીસનો નવો જ અવતાર આપણા રસોડા માં બનાવે .

જે અંદર થી નરમ અને ઉપરથી ક્રિસ્પી લાગે છે .

 

“ઈડલી મંચુરિયન”

 

*સામગ્રી :-

6/8 ઈડલી (મીડ્યમ સુધારેલી )

1 ટેબલ સ્પૂન કોન્ફ્લોર

1 ટી સ્પૂન લસણ ,આદુ,મરચા ની પેસ્ટ

મીઠું (સ્વાદ પ્રમાણે )

1/2 કપ પાણી

*સોસ બનાવાની રીત :-

1/4 કપ લીલી ડુંગરી (જીણી સમારેલી)

1/2 સીમલા મિર્ચ (જીણા સમારેલા )

1 ટેબલ સ્પૂન બારીક સમારેલું લસણ

1/4 ટેબલ સ્પૂન બારીક સમારેલું આદુ

1-2 બારીક સમારેલા લીલા મરચા

1/2 ટેબલ સ્પૂન ચીલી સોસ

1/2 ટી સ્પૂન સોયા સોસ

1/2 ટી સપૂન વિનેગેર

1 1/2 ટેબલ સ્પૂન ટોમેટો કેચપ

1 1/2 ટેબલ સ્પૂન તેલ

કોથમરી (જીણી સમારેલી )

 

*રીત :-

 

સૌ પેલા એક બાઉલ મા કોન્ફ્લોર ,મીઠું ,લસણ ,આદુ મરચા ની પેસ્ટ માં પાણી નાખી ને જાડી પેસ્ટ બનાવી લ્યો .હવે ઈડલી ના પીસ ને તેમાં બોળીને ગરમ તેલ માં બ્રાઉન કલર ના થાય તેવા તળી લ્યો .હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં લસણ,આદુ ,મરચા જીણા સુધારેલા નાખો .2 મિનીટ સાતડો .પછી તેમાં લીલી ડુંગરી નાખો .સતત હલાવતા રહો .સીમલા મિર્ચ નાખો .ત્યાર બાદ તેમાં સોયા સોસ ,ચીલી સોસ ,ટોમેટો કેચપ,વિનેગેર નાખી ને 2 મિનીટ હલાવો .ત્યાર બાદ તેમાં તમારી તળેલી ઈડલી નાખી ને મિક્ષ કરી ઉપર કોથમરી છાટી ને સર્વ કરો.

 

રસોઈ ની રાણી :-કવિતા શેઠ (એડ્ડીસ અબાબા ,ઇથોપિયા )

ટીપ્પણી