આ વાનગીની કેટલા મિત્રો રાહ જોતા હતા…”ક્રીમી કૉર્ન પીત્ઝા”

- Advertisement -

1044787_10151746603339273_150139899_n

 

ક્રીમી કૉર્ન પીત્ઝા

 

સામગ્રી

બે પાતળા અથવા રેગ્યુલર પીત્ઝા બેઝ

બે ચમચા ટમેટો કેચ-અપ

એક ચમચી ટમેટો ચિલી સૉસ

એક કપ છીણેલું મોઝરેલા ચીઝ

થોડું બટર

કૉર્ન સૉસ માટે

એક કપ બાફેલા કૉર્ન

મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

અડધો કપ ફ્રેશ ક્રીમ

અડધી ચમચી બટર

ટોપિંગ માટે

એક કપ બાફેલા બેબી કૉર્ન

એક કપ બાફેલી ફણસી લાંબી અને ત્રાંસી સમારેલી

મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

 

રીત

બાફેલા કૉર્નનો છૂંદો કરી લો. કૉર્ન સૉસ બનાવવા માટે એક પૅનમાં બટર લઈ એમાં બાફેલા કૉર્ન ઉમેરી સાંતળો. ત્યાર બાદ એમાં ક્રીમ ઉમેરી હલાવો. મીઠું અને મરી ઉમેરી મિશ્રણ ઘટ્ટ અને એક રસ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ સૉસ બને એટલે ગૅસ પરથી ઉતારી અલગ રાખો.

પીત્ઝા બનાવવા માટે પીત્ઝાના બેઝને બેકિંગ ટ્રેમાં મૂકો. ત્યાર બાદ એના પર ટમેટો કેચ-અપ અને ટમેટો ચિલી સૉસ પાથરો. ત્યાર બાદ તૈયાર કરેલો કૉર્ન સૉસ સ્પþડ કરો. હવે તેના પર બેબી કૉર્ન અને ફણસીનું લેયર કરી એના પર અડધો કપ મોઝરેલા ચીઝ પાથરો. મીઠું અને મરી ભભરાવો. આ પીત્ઝાને પ્રી હીટ કરેલા અવનમાં ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેટ પર ૧૦-૧૫ મિનિટ માટે બૅક કરો. ચીઝ પૂરી રીતે ત્યાં સુધી બૅક કરવું. પીત્ઝા બૅક થઈ જાય એટલે બહાર કાઢી પીસીસ કરો અને ટમેટો કેચ-અપ સાથે સર્વ કરો.

 

સૌજન્ય :  સુરતી જમણ

ટીપ્પણી