આ પ્રિય જિંદગીને એક તક તો આપો ….

wild-and-precious-lifeઆજકાલ દરરોજ છાપાંઓમાં આત્મહત્યાનાં કિસ્સાઓ વાંચવા મળે છે..જે વાંચીને ખુબ જ દુઃખ થાય છે કે આવી કિંમતી જિંદગીને લોકો ફોગટ સમજી અંત આણી રહ્યાં છે..બસ એજ વિચાર પર આ કાવ્ય

છે..

 

ઈશ્વરની અનમોલ સોગાત છે આ જિંદગી ,

કોઈ ગૂઢ રહસ્યમયી વાત છે આ જિંદગી ,

એને એમને એમ વેડફી ન નાખો..

આ પ્રિય જિંદગીને એક તક તો આપો .

 

જિંદગી લાગે ઝેર તો મોત પણ કાંઈ મધ નથી ,

તારી આ જિંદગી પર તારા એકલાનો જ હક્ક નથી ,

દુઃખનું ભાથું છે અહીં હર કોઈનાં ભાગમાં ,

પિડિત – દુઃખી વ્યક્તિ કાંઈ એક તું જ નથી ,

આત્મહત્યા કરી ઈશ – રચનાને ગાળ ન આપો,

આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

 

માન્યું કે છે એ સુખ – દુઃખની સરવાણી,

ક્યારેક હો હાસ્ય તો ક્યારેક આંખે પાણી ,

હતાશ થવું ન કદી , ન કાયર બનવું ,

હિંમતને સથવારે ખડે પગે લડવું ,

હારશે મુસિબતો , જરા ટક્કર તો આપો,

આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

 

એકલો જો જગમાં માને તું ખુદને,

ખુદા છે સાથે સદા સંભાળવા તુજને,

બસ ખુશીથી જીવનની સફર આ કાપો,

આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

લેખિકા : શબનમ ખોજા (કરછ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!