આ કળીયુગમાં લોકો શ્રાપ આપે તો કેવા હોય???

(૧)જા હું તને શ્રાપ આપું છું કે તને ફેસબુક પર એક પણ લાઈક-કોમેન્ટ ના મળે.

(૨)જા હું તને શ્રાપ આપું છું કે તને ઠોલો પકડે તો ૨૦-૩૦ રૂપિયા મા સેટિંગ ના કરે.

(૩)જા હું તને શ્રાપ આપું છું કે તારી બઈરી(પત્ની) તને એકલો મુકે જ નઈ.

(૪)જા હું તને શ્રાપ આપું છું કે તારા મોબાઈલ ની બેટરી ઉતરી ગઈ હોય અને તને કોઈ પાતળી પીન નુ ચાર્જર ના આપે…

(૫)જા હું તને શ્રાપ આપું છું કે મુખ્ય કામ કરતો હોય ત્યારે જ પાણી જતું રહે.

(૬)જા હું તને શ્રાપ આપું છું કે ફફડા-જલેબી ખાવા જાય ત્યારે તને ચટની ઓછી આપે.

(૭)જા હું તને શ્રાપ આપું છું કે તારા ચપ્પલ પર છાણ ચોટે,અને તને એ લુછવા પગથીયા નો ખુણો ના મળે.

(૮)જા હું તને શ્રાપ આપું છું કે તું ઘરે એકલો હોય ત્યારે કોમ્યુટર મા હિડન કરેલી ફાઈલ ના મળે.

(૯)જા હું તને શ્રાપ આપું છું કે તને બધા ટેગ કરે પછી રીમુવ ના થાય.

(૧૦)જા હું તને શ્રાપ આપું છું કે તારી ફ્રેન્ડ રીક્વેસ્ટ ૩૦ દિવસ માટે બંધ થઇ જાય.

આ ૧૦ માંથી એક પણ શ્રાપ આપ્યા બાદ સામે વાળો કહી ઉઠે કે

“બે આના કરતા તો મારી નાખે એ સારું”

સૌજન્ય : ભોઠાભાઇ

 

ટીપ્પણી