આપણી અન્ય એક ફરાળી વાનગી- પણ MODERN STYLE સાથે …. ” ચીઝી સાગો રોલ્સ ”

Ham n Cheese Rolls (18) tbbઆપણી અન્ય એક ફરાળી વાનગી- પણ MODERN STYLE સાથે ….

 

” ચીઝી સાગો રોલ્સ ”

 

** સામગ્રી :-

– પલાડેલ સાબુદાણા : ૧ કપ

– બાફીને મેશ કરેલ કાચા કેળા : ૩ નંગ

– બાફેલ બટેટુ : ૧ નંગ

– ઝીણા સમારેલ આદુ, મરચા : ૩ ટી.સ્પુન

– શેકેલ શીંગ દાણા નો ભુક્કો : ૧/૨ કપ

– કોથમીર : ૩ ટે.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– ખાંડ : ૧ ટી.સ્પુન

– તપકીરનો લોટ : ૩ ટે.સ્પુન

– લીંબુનો રસ : ૩ ટી.સ્પુન

– મરી પાવડર : ૧ ટી.સ્પુન

– ચીઝ સ્લાઈસ : ૧૦ નંગ

 

** રીત :-

સૌ પ્રથમ મેશ કરેલ કાચા કેળા, બટેટા, આદુ-મરચા, શીંગ દાણાનો ભુક્કો, કોથમીર, મીઠું, લીંબુનો રસ, ખાંડ, તપકીરનો લોટ, પલાડેલ સાબુદાણા બધું જ મિક્સ કરી મરી પાવડર મિક્સ કરી નાના રોલ્સ વાળી તેલમાં તળી લેવા. હવે આરોલ્સ ને નીચે ઉતારી ચીઝ સ્લાઈસ માં વીટી ટુથપીક ભરાવી સર્વિંગ પ્લેટમાં લઇ લીલી ચટણી તેમજ ટોમેટો કેચપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે એક ફરાળી પણ ખુબ જ DELICIOUS વાનગી ….- ” CHEESY SAGO ROLLS “

ટીપ્પણી