આને કે’વાય બાપુ નસીબ…!

601322_391272020909271_1069191683_n૧૪ વર્ષના એક છોકરાએ એક ૧૦ વર્ષની ખૂબસુરત છોકરીનો ફોટો રસ્તામાં મળ્યો…ફોટો જોતાં જ બોસ પેલા છોકરાને એ છોકરી ગમી ગઇ…!!!

પછી તો સાલુ એ છોકરાનો એ છોકરી ઉપર પ્રેમ ધીમે ધીમે વધતો ગયો…

ધીમે ધીમે તો બાપુ એ છોકરો એ છોકરીના પ્રેમમાં જબરો પડ્યો…

પણ બીચારાનું નસીબ કે છોકરો કોઇ દીવસ પણ એ છોકરીને મળી શક્યો નહી.

પછી તો એલાવ થોડાંક સમયમાં ઇ છોકરાના લગ્ન પણ થઇ ગ્યાં…

(હવે ક્લાઇમેક્સ આયો હો બાપુ)

પણ સાલું હમણાં હમણાં ૨ દીવસ પેલાં જ એ છોકરાનાં પત્ની દીવાળી આવીને એટલે કબાટને બધું સાફ કરતાં હતાં…

અને એમા એને પેલી છોકરી નો ફોટો મળી ગયો…

છોકરાનાં પત્ની એ પૂછ્યું કે “તમને આ ફોટો ક્યાંથી મળ્યો???”

છોકરો-કેમ શું કામ છે તારે???

પત્નીએ કહ્યું કે આતો શું છે ને કે જ્યારે હું ૧૦ વર્ષની હતી ને ત્યારે મારો આ ફોટો ખોવાઇ ગયો તો….!!!

હાટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ

આને કે’વાય બાપુ નસીબ…!

જ્યારે નસીબ જોર કરે ને ત્યારે તો પછી વાત જ જાવા દેવાની હોય…!

આ વાત પર એક શેર તો માંગે હો બોસ !!

ટીપ્પણી