આનાથી વધુ પ્રેરણાત્મક ઘટના બીજી કઈ હોઈ શકે !

Gujaratijoks arunimaઅરુણીમાં સિંહા – જે ફોર્મર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી. એક ટ્રેઈન અકસ્માતમાં તેણીએ તેનો જમણો પણ ગુમાવ્યો…પણ લાઈફ પ્રત્યેનો જઝ્બો અને ઝુનુન નહિ….ગયા મંગળવારે સવારે ૧૦ : ૫૫ વાગ્યે ઈતિહાસ રચ્યો…! તેણી ભારતની પેલી પર્વતારોહી સ્ત્રી બની જેણે માઉન્ટ એવરેસ્ટનું સૌથી ઊંચું શિખર સર કર્યું…!

નીચે વાંચો તેની વિસ્તૃત સત્ય ઘટના…

અરુણીમાં, જે ઉતર પ્રદેશની રહેવાસી છે. એક દિવસ જયારે તેણી પદ્માવતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ચેઈન લુટારાઓએ તેણી પર હુમલો કર્યો. તેણી બીજી પાસીંગ ટ્રેઈન સાથે ટકરાઈ અને ગંભીર રીતે ઘવાઈ. કમનસીબે આ અકસ્માતમાં તેણીએ તેનો જમણો પગ ગુમાવ્યો…!

એક ઈન્ટરવ્યુંમાં તેણીએ શું કહ્યું તે વાંચી તમે દંગ રહી જશો.

અરુણીમાં, “ જયારે હું હોસ્પીટલમાં હતી ત્યારે બધા મારી જ ચિંતા કરતા હતા. ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે હવે લાઈફમાં કઈક કરવું જ પડશે નહિ તો બધા મારી સામે આવીરીતે દયનીય રીતે જ આખી જીંદગી જોશે. મેં માઉન્ટ એવરેસ્ટ સર કરેલા લોકો વિષે વાંચ્યું…મેં મારા મોટા ભાઈને વાત કરી…મારા કોચે મને ખુબ પ્રેરણા આપી..મેં Tata Steel Adventure Foundation (TSAF) camp in Uttarkashi આ સંસ્થા જોઈન કરી..જ્યાં મને બચેન્દ્રી પાલની અંડરમાં ટ્રેઈનીંગ મળી અને આજે હું આ પારિતોષિક જીતી…હવે લોકો મને ગર્વથી જોશે એનો મને ગર્વ છે…”

એવરેસ્ટ સર કરી તેણે ભારતનું નામ રોશન કર્યું…તેણીના આટલા જુસ્સા અને ઝુનુન માટે એક શેર કરી ચાલો આપણે તેણીનું નામ રોશન કરીએ..!!

ટીપ્પણી