આજે મોઢું મીઠ્ઠું કરીશું “કેરીના રસના હલવા”થી..

922676_526173927419710_312523111_nસામગ્રી :

છ પાકી આફૂસ કેરી

સો ગ્રામ સાકર

એક લિટર દૂધ

બે ચમચા ઘી

અડધી ચમચી જાયફળનો ભૂકો

 

શણગાર માટે :

થોડી ગુલાબની પાંદડી

આઠથી દસ બદામ અને પિસ્તાની કાતરી

 

રીત :

કેરીનો રસ કાઢી એક કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે એમાં કેરીનો રસ નાખો. એમાં દૂધ અને સાકર ઉમેરી ધીમા તાપે હલાવો. ઘટ્ટ થાય એટલે એમાં એલચી અને જાયફળનો ભૂકો ઉમેરો. મિશ્રણને સતત હલાવતાં રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એક થાળીમાં ઘી લગાવીને પાથરી દો. એને ગુલાબની પાંદડી અને બદામ-પિસ્તાની કાતરીથી સજાવો અને ચોરસ ટુકડા કરી પીરસો.

સૌજય : સુરતી જમણ

ટીપ્પણી