આજે ‘ભીમ અગિયારસ’ નાં દિવસે બનાવો …” ફરાળી ખીચડી “

- Advertisement -

sabudana-khichdi

 

આજે ‘ભીમ અગિયારસ’ નાં દિવસે બનાવો ….

 

” ફરાળી ખીચડી ”

** સામગ્રી :-

– બાફેલ બટેટા : ૨ નંગ

– આઠ કલાક પલાડેલ સાબુદાણા : ૧ કપ

– આદુ, મરચાની પેસ્ટ : ૩ ટી.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– ખાંડ : ૩ ટી.સ્પુન

– લીંબુનો રસ : ૪ ટી.સ્પુન

– શેકેલ શીંગનો ભુક્કો : ૧/૨ કપ

– ફરાળી ચેવડો : ૧ કપ

– તેલ : ૩ ટી.સ્પુન

– જીરૂ : ૧ ટી.સ્પુન

– લીલા મરચા : ૧ નંગ

– કોથમીર

 

** રીત :-

 

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી જીરૂ સાંતળવું. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલ લીલા મરચા નાખી બાફેલ બટેટા નાં પીસીસ વઘારવા. તેમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, ખાંડ, સાબુદાણા, શીંગ દાણા નો ભુક્કો બધું જ મિક્સ કરી ૩ થી ૪ મિનીટ પછી ગેસ પરથી નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં લઇ લેવી. હવે તેની ઉપર ફરાળી ચેવડો નાખી કોથમીર નાખી સર્વ કરવું.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી