આજે એક ઉમદા લેખિકા શબનમબેન લાવ્યા છે એક કવિતા…!

- Advertisement -

GUjaratijoks-father44Happy Father’s Day…!!

આજે એક ઉમદા લેખિકા શબનમબેન લાવ્યા છે એક કવિતા…!

 

માંના ગુણો તો જાણે છે જગ , પણ

પિતાનાં પ્રેમની ન કોઈને પરવાહ,

કેમ કરી ભૂલો એ પ્રેમળ મૂર્તિને,

જેની આંગળી પકડી કાપી જીવનની રાહ..

 

પ્રેમભર્યો ઠપકો ને સમજણની શીખ ,

ભટકતાં બાળને ક્યારેક બતાવે બીક,

પ્રોત્સાહક શબ્દો ન ખૂટે કદી જેનાં ,

એવા પ્રેરણાનાં ઝરણાંને ઘણી ખમ્મા..

કેમ કરી…….

 

દુઃખ ન કહે કોઈને પણ સૌનું એ સુણે,

આખું ચોમાસું એની આંખોનાં ખૂણે ,

શબ્દો વડે લાગણી બતાવતા ન આવડી,

એવા લાગણીસભર ઘૂઘવાતા દરિયાની વાહ..

કેમ કરી …….

 

પુત્રની હોય પીડા કે હોય દીકરીનું દુઃખ ,

નહીં આવે એને ક્યાંય બે ઘડી પણ સુખ,

સંતાન પર તડકો ન આવવા દે કદી ,

એવી ઠંડી છાયાવાળા વડલા સમાં ..

કેમ કરી ……….

 

– શબનમ ખોજા (કરછ)

ટીપ્પણી