આજે આપણે શીખીએ ક્રિસ્પી ઓનિયન રિંગ્સ વિથ મયોનીઝ સોસ .

- Advertisement -

6272_142107509327033_90861493_n

 

હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ

ચાલો આજે આપણે શીખીએ ક્રિસ્પી ઓનિયન રિંગ્સ વિથ મયોનીઝ સોસ . જેનો આનંદ તમે વિક એન્ડ મા ફ્રેન્ડ અને ફેમીલી જોડે બેસી ને લઇ શકો છો .

 

સામગ્રી :- બ્રેડ ક્રમ્સ

ઓરેગાનો (દરેક સુપર માર્કેટ માં મળી રહે છે )

મીઠું (સ્વાદ પ્રમાણે )

 

મેદો (1 વાડકી )

કોર્ન ફલોર (અડધી વાડકી )

પેપ્રીકા 1 ટેબલ સ્પૂન (મરચાની ભૂકી )

મીઠું (સ્વાદ પ્રમાણે )

ઓરેગાનો (1 સ્પૂન )

તેલ તળવા માટે

 

રીત :- સૌ પ્રથમ ઓનિયન ને આડી કાપી ને તેના રાઉન્ડ પીસ કરો અને દરેક પીસ ને અલગ કરી એક પ્લેટ મા મૂકી ડો .

પછી એનું બેટર તૈયાર કરો જેમાં મેદો ,કોર્ન ફ્લોર, પેપ્રીકા , અને ઓરેગાનો મિક્ષ કરો અને એનું જાદુ ખીરું બનાવો .

પછી એક પ્લેટ માં બ્રેડ ક્રમ્સ ,મીઠું ,અને ઓરેગાનો મિક્ષ કરી ને રાખો

પછી એક કડાઈ માં તેલ મુકો અને એને ગરમ કરવા મુકો ત્યાં સુંધી ઓનિયન રીંગ લઇ ને મેંદા ના બેટર માં બોળો એને ઉપર ની તરફ પકડી ને ખીરા મા મુકવું ખીરા માંથી કાઢવા માટે કાટા ચમચી નો ઉપયોગ કરવો જેથી આસાની થી નીકળી જસે . પછી એને બ્રેડ ક્રમ્સ માં રગડો અને હાથ થી સારી રીતે દબાવી ને સેટ કરો પછી એને એક પ્લેટ માં મુકો।

આ રીતે બધી રીંગ તૈયાર થઇ જાય એટલે એને એક સાથે તળી ડો આછા બ્રાઉન કલર માં તળો અને પછી સેર્વ કરો।

 

મયોનીઝ સોસ માટે ની રીત :-

સામગ્રી :- દહીં 2 ટેબલ સ્પૂન

ઓલીવ ઓઈલ

ચીઝ ક્રીમ 1 કપ

સુગર 1 સ્પૂન

મિલ્ક 2 સ્પૂન

મારી પાવડર 1 સ્પૂન

ઓલીવ ઓઈલ 3 ટેબલ સ્પૂન

સુકું લાલ મરચુ અડધું ( 2 ટુકડા )

 

રીત :- આ બધું મિક્ષ કરી ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી દેવું . પછી તૈયાર છે તમારો મયોનીઝ સોસ .

આને ગાર્લિક મયોનીઝ સોસ બનવા તમે ગાર્લિક પાવડર પણ ઉમેરી શકો છો .

 

રસોઈ ની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા )

ટીપ્પણી