આજે આપણે જાણીએ વરિયાળીના ઔષધીય ઉપાયો….

Gujaratijoks variyaliવરિયાળી માત્ર એક મુખવાસ કે મસાલો નથી કે માત્ર સ્વાદમાં જ વધારો કરે પણ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવાથી અનેક ફાયદા થાય છે.

ભોજન પછી વરિયાળી ખાવાથી કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયરન અને પોટેશિયમ જેવા તત્વ પ્રાપ્ત થાય છે. પેટના ઘણાં વિકારો જેવા મરોડ, દર્દ અને ગેસ્ટ્રો વિકારના ઉપચારમાં વધારે લાભકારી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

આજે આપણે જાણીએ વરિયાળીના ઔષધીય ઉપાયો….

5-6 ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખનું તેજ સારું રહે છે. અપચા સંબંધી વિકારોમાં વરિયાળી ખૂબ ઉપયોગી છે. તળેળ્યા કે શેક્યા વગરની વરાળીના પાવડરથી અપચામાં રાહત થાય છે. બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને તે વરિયાળી બા-ત્રણ વાર લેવાથી અપચો અને કફની સમસ્યા દૂર થાય છે.

અસ્થમા અને ઉધરસના ઉપચારમાં વરિયાળી સહાયક છે. ગોળની સાથે વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. જો ગળામાં કફ હોય તો વરિયાળી ચાવવી જોઈએ. વરિયાળી ચાવાથી ગળું સાફ થઈ જાય છે. રોજ સવાર-સાંજ વરિયાળી ખાવાથી લોહી શુદ્ધ થાય છે, જેથી ત્વચા માટે વધારે લાભકારી રહે છે, તેનાથી ત્વચામાં ચમક આવે છે.

ઉલ્ટી, તરસ, મુંઝારો થવો, પેટમાં બળતરા તથા પિત્તવિકાર, મરડો વગેરેમાં વરિયાળીનું સેવન લાભકારી બને છે. જો પેટમાં દુઃખાવો હોય તો શેકેલી વરિયાળી ચાવવી. વરિયાળીનો રસ દર ગ્રામ મધ મેળવીને લેવાથી લાભ થશે. સવાર-સાંજ વરિયાળી ચાવવાથી અજીર્ણ મટી જાય છે અને અતિસારમાં પણ લાભ થાય છે.

વરિયાળી અને ખડીસાકર સરખા ભાગે મેળવી તેનો પાવડર બનાવી એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે માસ સુધી લેવાથી આંખની બીમારી દૂર થઈ જાય છે. આંખોમાં તેજ આવે છે.

 

ટીપ્પણી