આજની દરેક મહિલાઓ માટે ડિફેન્સ ટ્રિક્સ ……….!

સોશિયલ સાઇટ્સ પર બિનજરૂરી શેરિંગ ન કરવું :

અત્યારે દરેક યુવતીઓ સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સ પર જરૂરી બિનજરૂરી, અંગત માહિતીઓ શેર કરતી હોય છે.

અજાણી વ્યક્તિઓ સાથે ખપપૂરતી જ વાત કરવી.

તમારા બેંકના પાસવર્ડ, ફોટોગ્રાફ જેવી બાબતો સાઇટ્સ પર શેર ન કરવી.

ફ્રેન્ડઝ લિસ્ટને વિસ્તારવા કોઈ પણ વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારવી.

ફેશબુક પર તમારા પોતાના કુટુંબ ના અંગત ફોટા કે જે તમારા નજીક ના વ્યક્તિ સિવાય જોઈ ના શકે કે કોમેન્ટ ના કરીશકે તેવી સુરક્ષા રાખો.

જો તમે તેવું નહિ રાખો તો લોકો તમારા ફોટા નો ગણી જગ્યા પર દુરુપયોગ કરી શકે છે. મહિલાઓ ને આ બાબત પર વધારે દયાન રાખવું જોઈએ.

બિનજરૂરી પોસ્ટ પર કોમેન્ટ કરવાનું ટાળવું જોઈએ.

મેન્ટલી ડિફેન્સિવ : 

સુરક્ષા ફક્ત બાહ્ય જ નથી હોતી. સ્ત્રી આંતરિક રીતે પણ મજબૂત બને તે જરૂરી છે. માટે માતા-પિતાએ નાનપણથી દીકરીને કૂકિંગની સાથે સાથે માર્શલ આર્ટ્સ ની તાલીમ અપાવવી જોઈએ.

કામમાં શોષણ થતું હોય, તમે ઓવરબર્ડન કામ કરતા હો તો માનસિક રીતે સ્વસ્થ રહીને સઘળી પરિસ્થિતિ તમારા ઉપરીને સમજાવો.

કોઈ તમારી લાગણી સાથે રમત કરી રહ્યું હશે તો આ બાબતમાં તમે મુશ્કેલીમાં મુકાશો છતાં હો-હા નહીં કરી શકો. માટે સઘળી પરિસ્થિતિનો વિચાર કર્યા બાદ જ કોઈ સંબંધમાં ઊંડા ઊતરો.

સામાન્ય રીતે યુવતીઓ રિલેશનશિપમાં ખૂબ સંવેદનાઓ રાખીને આગળ વધતી હોય છે, પરિણામે દુઃખી થાય છે.

ઇકોનોમિકલી સુરક્ષા :

સ્ત્રીઓએ ઘણાં આર્થિક વ્યવહારો તથા રોકાણો બાબતની જાણકારી રાખવી.

દરેક સ્ત્રીએ પોતાનું એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવું.

તમારું પોતાનું આગવું બજેટ બનાવીને આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવો.

ઘણી સ્ત્રીઓ પોતાનું ખાતું ખોલાવી દે કે શેર ખરીદી લે છે. પછી તે બાબત પર કોઈ મોનિટરિંગ નથી રાખતી.

ઘણી સ્ત્રીઓને તો બેંક એકાઉન્ટ નંબર સુધ્ધાં યાદ નથી હોતો. આ બાબત યોગ્ય નથી

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!