આઇપીએલનો ટીઆર પી વધારવાના નુસ્ખા..

કહે છે કે આ વખતની આઇપીએલની લોકપ્રિયતા સાવ ઘટી ગઇ છે. લોકો ટીવી ઉપર પણ મેચો

જોવામાં રસ લેતા નથી. જાહેરખબરો પણ ઘટતી જાય છે.

અમને લાગે છે કે આ ખોટું થઇ રહ્યું છે. જો પ્રજા આઇપીએલમાં રસ નહિ લેતો, સાલી, મોંઘવારી

અને ભ્રષ્ટાચારની સમસ્યામાં રસ લેવા માંડશે !

આ ઉપાધિને ટાળવા માટે આઇપીએલમાં કેવા કેવા સુધારા કરવા જોઈએ ? જેથી લોકો ફરી

આઇપીએલની મેચો જોતા થાય…

 

આમેય મેચો તો ફીકસ થાય જ છે તો એકાદ વાર પ્રીટી ઝિન્ટા અને શિલ્પા શેટ્ટી વચ્ચે ‘ફાઇટ’ કરાવો !

ફાઇટ એટલે ? રિયલ ફાઇટ નહિ ! નાટક…

અચાનક કોઇ ખેલાડીને ખોટો આઉટ આપ્યો હોય એમાં પ્રીટી ઝીન્ટા ગ્રાઉન્ડમાં ધસી જઇને અંપાયર

જોડે જીભાજોડી કરવા મંડે… ત્યાં તો પાછળથી શિલ્પા શેટ્ટી આવીને પ્રીટી જોડે ઝગડવા માંડે…

પછી બંને વચ્ચે ‘તૂ તૂ મૈંમૈં’ ચાલુ થાય………….

અને છેવટે બંને એકબીજાના વાળ ખેંચીને દે ધનાધન મારામારી પર આવી જાય… ! ! !

બોલો, ટીઆરપી વધે કે નહિ ? (બોસ, આમાં તો ન્યુઝ ચેનલોના ય ટીઆરપી વધે !)

[ ][ ][ O O O O O O ][ ][ ][

થોડો રોમાન્સનો ડ્રામા પણ થવો જોઈએ…..

સુરેશ રૈના સિક્સ મારે કે તરત વીઆઈપી સ્ટેન્ડમાં બેઠેલી કોઇ પુનમ પાંડે ટાઇપની ‘હીરોઇન’

દોડતી દોડતી ગ્રાઉન્ડમાં જઈને રૈનાને બાઝીને ચુંબનોથી નવડાવી નાંખે ! ! !

રૈના આમેય બાબલા જેવો છે. ચુંબનવર્ષાથી બિચારો શરમાઇને ઘૂઘરો બની જશે ! પણ બીજા જ

બોલે એ બિચારો ક્લીન બોલ્ડ થઇ જાય ……..! ! !

ધૂંવાપૂંવાં થતો રૈના પેવેલિયનમાં જવાને બદલે વીઆઈપી સ્ટેન્ડમાં ઘૂસી જાય અને પેલી પુનમ

પાંડે (કે જે હોય તે) ને બેટ વડે ધોઈ નાંખે. ‘વાંદરી ! તારા લીધે જ મારી વિકેટ ગઈ !’ ! !

બોલો, ટીઆરપી વધે કે નહિ ?

[ ][ ][ O O O O O O ][ ][ ][

અમુક પ્રિ-પ્લાન્ડ સનસનાટીઓ પેદા કરવી જોઈએ ! જેમકે…..

મુકેશ અંબાણીની જોડે બેઠેલો ગોગલ્સવાળો ભેદી લાગતો માણસ દિલ્હીનો બહુ મોટો બુકી હોય !

મેચ જીત્યા પછી જોશમાં આવીને નીતા અંબાણીના પેલા ૯૦ કિલોવાળા બાબાને ઉપાડવા જતાં

હરભજનનો કમરનો મણકો ખસી જાય ! ! !

સાક્ષી ધોની (મહેન્દ્ર ધોનીની વાઇફ, યાર !) ચેન્નાઇની એક કંગાળ મેચ પછી આપઘાતનો નિષ્ફળ

પ્રયાસ કરે ! ! !

પૂણે કોલકતાની મેચમાં કોલકતાની ટીમ જીતે પછી શાહરૃખે જે પાર્ટી આપી હોય એમાં સૌરવ

ગાંગુલી ઘૂસી આવે અને ૧૬ લાખ રૃપિયાની દારૃની બોટલ ફોડી નાંખે ! ! !

અને મનમોહનસિંહ ફાઇનલ જોવા આવે..! એટલું જ નહિ, બાજુમાં બેઠેલા રાહુલને પૂછે ઃ

અબી તક કોઇ ગોલ કયું નંઈ હુઆ જી ?’

સૌજન્ય : મન્નુ શેખચલ્લી 

ટીપ્પણી