અરેન્જ મેરેજ ની મિટીગ મા છોકરા એ છોકરી ને શુ પુછવુ જોઇએ ??

Gujaratijoks kalarમોટા ભાગ ના લોકો આ ગુઢ રહસ્ય જાણવા ઉત્સુક હોય છે કે ખરેખર વાત શુ કરવી જોઇએ અને શુ પુછવુ જોઇએ સંસ્થા આ રહસ્ય પર પ્રકાશ પાડશે

છોકરા તરફથી FAQ

તમારુ નામ શુ ??

તમે કેટલુ ભણેલા છો ?

પરણ્યા પછી શુ તમે નોકરી કરશો ?

તમારી હોબી શુ છે ??

આવા ચીલા ચાલુ સવાલ પુછવા નહી નહીતો છોકરી ને એવુ લાગે કે આને યાર બાયોડેટા વાચતા પણ નહી આવડતો હોય બધુ લખીને તો આપ્યુ છે.

એના કરતા સીધે સીધુ એવુ પુછવુ ” આ પાચ મિનિટની મિટીગમા આપણે એક બીજાને નહી ઑળખી શકીએ તમારુ એફ.બી આઇ.ડી આપો ઓનલાઇન ચેટ કરીશુ ”

આવુ કેહવાથી ફાયદો એ થાય છે કે

છોકરી ને લાગે કે

છોકરાના ઘરમા ઇનટર નેટ છે

છોકરો ટેકનોલોજી પ્રત્યે જાણકાર છે એફ.બી યુઝ કરે છે

છોકરો મને વધારે સમજવા મા ઉત્સુક છે

હવે તમે ચેટીગ મા ” તમને તમને ” પરથી ” તુ ” ઉપર ની વાત પર આવી શકો છો

અને ના – કરે નારાયણ અને તમને છોકરી રીજેક્ટ કરે તો પણ વાધો નહી થોડા સમય માટે ”ફ્રેડ લીસ્ટમા એક આકડો વધશે ”

લી- વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી

ટીપ્પણી