અમેરિકામાં રહે પણ ભારતમાં જીવે તે પ્રતિભા એટલે રેશ્માબેન…!

મિત્રો !

ચાલો આજે મળીએ એક એવા વ્યક્તિત્વને જે છે મલ્ટી ટેલેન્ટેડ…!

જે રહે છે અમેરિકામાં પણ જીવે છે ભારતમાં, એટલે કે તેમણે ઘણી બધી ભારતીય કલાઓ તેમણે  હસ્તગત છે. તેમનું નામ છે ‘રેશ્માબેન પટેલ’ (ન્યુ ઝર્સી, અમેરિકા).

ભગવાને તેમને એકી સાથે ઘણાબધા ટેલેન્ટ ગીફ્ટ કર્યા છે. જેમાં રંગોળી અને મેહંદીમાં તો તેઓ એકદમ એક્સપર્ટ છે, સાથે સાથે તેઓ હમેશા “વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ” પ્રોજેક્ટ કરવામાં પણ એટલે જ ઉત્સાહી અને સર્જનાત્મક છે.

જેમકે આપણને ક્યાલ છે કે સામાન્ય રીતે લગ્ન પ્રસંગે ઉપયોગમાં લેવાતા ફૂલો લોકો ફેંકી દેતા હોય છે, એવા સમયે તેણીએ તેના પતિશ્રીએ લગ્નના દિવસે આપેલા ફૂલોને સાચવ્યા અને સમય આવ્યે તે ફૂલોનો બેસ્ટ ઉપયોગ કરી ને એક અદભૂત “કપલ ફોટો ફ્રેમ” બનાવી જે તમે ફોટોમાં જોઈ શકો છો.

આમ બીજા પણ ઘણા “વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ” પ્રોજેક્ટ્સ તેઓ કરે છે જે તમને ફોટોમાં દેખાશે. તેઓ અમેરિકા રહે એટલે સ્વાભાવિક છે કે તેની સર્જનાત્મકતા માટે બધું જ ગુજરાતી મટીરીયલ ના મલે છતાં તેણી અમેરિકન મટીરીયલનો ઉપયોગ કરી તેમાં બેસ્ટ રીતે ગુજરાતી ફીલ અને ટચ આપીને ગુજરાતી આઇટમ બનાવી દેવામાં પણ ખુબ જ માહિર છે.

વધુમાં તેઓ એક પ્રતિભાશાળી બિઝનેસમેન પણ છે અને એક ઉમદા અને લાગણીશીલ હૃદય ધરાવતા બે દીકરાઓની “માં” પણ છે.

રેશ્માબેન, અમારા સૌ મિત્રો તરફથી તમને ખુબ ખુબ શુભેરછાઓ છે અને તમારી આ શક્તિ વધુ ખીલે અને વધુ મહેકે તેવી પ્રાર્થના છે.

મિત્રો, ચાલો આપણે સૌ રેશ્માબેનનું આ ટેલેન્ટ ગુજરાતીઓમાં પહોંચાડીએ અને કઈક ક્રિએટીવ શેર કરીએ…!

 

ટીપ્પણી