અચૂક વાંચવા જેવું : “બાવાજીની ગોદડી”

- Advertisement -

beggar2

ગામને પાદર પોલીસ ચોકીની નજીક બાવાની ઝુપડી હતી.

બાવો મસ્તરામ હતો. એને કોઈની પડી ન હતી. એ ભલો ને એનું કામ ભલું, પણ આ સ્વાર્થી દુનિયામાં ભલાને લોકો હેરાન કરે છે. રાત્રે ચોકીદારી કરતા સિપાહીઓ બાવાને હેરાન કરવાનો વિચાર કર્યો.

શિયાળાના દિવસો હતા. કડકડતી ઠંડી પડતી હતી. એક દિવસ લાગ જોઇને સિપાહીએ બાવાની ગોદડી સંતાડી દીધી. બાવાજી તો મંડ્યા ગોદડી શોધવા, પણ ગોદડી જડી નહિ. બાવાજીને પણ સિપાહી પર વેહમ હતો એટલે તે તો પોહાચ્યો પોલીસ ચોકીએ.

પોલીસ થાણે જઈને ફરજ પરના જમાદાર પાસે ફરિયાદ નોંધાવી. જમાદારને બાવા ઉપર દયા આવી. એને જાતે જ તપાસ કરવા માંડી. અને તેને બાવાજીને પૂછ્યું : “બોલો બાવાજી ! તમારું શું ચોરાઈ ગયું ?”

બાવો કહે : “સાહેબ ! મારું સર્વસ્વ લુટાઈ ગયું છે. હતું એટલું બધુ જ ગયું છે.”

જમાદાર બોલે : “એમ બધુંની બોલો, જે ગયું હોય તે બોલો.”

બાવો કહે : “એક તો ગોદડી.”

જમાદાર કહે : “બીજું ?”

બાવો કહે : “બીજું બિછાનું.”

જમાદાર કહે : “હ…. પછી ?”

બાવો કહે : “મારી ચાદર.”

જમાદાર કહે : “પછી ?”

બાવો કહે : “મારી કફની.”

જમાદાર કહે : “આગળ બોલો.”

બાવો કહે : “મારો તકિયો.”

જમાદાર કહે : “હવે કઈ બાકી રહે છે ?”

બાવો કહે : “હા સાહેબ ! મારી છત્રી.”

જમાદાર કહે : “હજુ કઈ બાકી રેહતું હોય તો બોલો.”

આ સાંભળીને જે સિપાહીએ બાવાની ગોદડી સંતાડી હતી એ આ બાવાને લાંબી યાદી લખાવતો જોઇને હસવા લાગ્યો અને બાવાની મશ્કરી કરતા બોલ્યો : “બાવાજી ! અને.. પછી… અને… પછી.. જાણે કોઈ માલદાર શેઠિયાની પેઢીમાં ચોરી ન થઇ હોય તેમ આ ફરિયાદ કેટલી લાંબી લચક લખાવે છે !” આમ કહી તેને બાવાની ફાટેલી ગોદડી લાવીને એનો બાવા તરફ ઘા કરતા જમાદારને કહ્યું : “જુઓ, સાહેબ ! આ ચોરીનો મુદ્દો. આ બાવાની ગંધાતી અને ફાટેલી ગોદડી !”

બાવાએ ગોદડી ઝીલી લીધી અને પોતાની છે કે કેમ, એ તપાસીને જોઈ લીધી.

એક ફાટેલી ગોદડી માટે આવી લાંબી લચક ફરિયાદ કરવા બદલ બાવા ઉપર જમાદારને ગુસ્સે ચઢ્યો અને તે મોટા અવાજે બોલ્યો : “બાવાજી ! તમારી ફક્ત એક જ ગોદડી ગઈ હોવા છતાં, તમે તો ખુબ ચોરાયું છે એમ ફરિયાદમાં લખાવ્યું છે. આવી ખોટી ફરિયાદ કરવા બદલ તમારી તરફ કેસ થશે !”

બાવો કહે : “જમાદાર સાહેબ ! એમ આકળા ન થશો. મેં એકેય વસ્તુ ખોટી નથી લખાવી. જુવો, સાંભળો. ‘આ મારી ચાદર.’ એમ કહી તેને ગોદડી માથે ઓઢી લીધી.

પછી જમીન પર ગોદડી પાથરીને બોલ્યો : “ જુવો સાહેબ ! આ મારું બિછાનું.”

બે હાથે માથા પણ ગોદડી ધરીને એ બોલ્યો : “આ મારી છત્રી.”

ગોદડી બેવડ વાળીને એની ગાડી કરીને કહ્યું : “જુઓ, આ મારો તકિયો.”

ગોદડીને શરીર પર વીતીને કહ્યું : “આ મારી કફની.”

આ સાંભળી જમાદાર પણ બાવા ઉપર ખુશ કુશ થઇ ગયો અને તેને બાવાને જવાની રજા આપી.

બાવો કામધેનું જેવી પોતાની ગોદડી લઈને પોતાને મુકામે આવ્યો.

સૌજન્ય : નિધીબેન પટેલ (રાજકોટ)

 

ટીપ્પણી