અચૂક વાંચવા જેવી સત્ય ઘટના : પ્રેમનો અને હુંફનો ચમત્કાર !!

- Advertisement -

લંડનની એક હોસ્પિટલનો આ પ્રસંગ છે. જોડીયા બહેનો, બ્રીલ્લે અને કીરે, જન્મ તારીખના ૧૨ અઠવાડિયા પહેલા જ જન્મી, બંનેની ખુબ જ કાળજી લેવાય તેથી તેમને અલગ ઇન્કયુબેટરમાં રાખવામાં આવી.

કીરેનો વજન ધીમે ધીમે વધવા લાગ્યો અને થોડા જ વખતમાં તેણીની હેલ્થમાં સુધારો આવ્યો પરંતુ બ્રીલ્લેની તબિયતમાં ઘણા જ કોમ્પ્લીકેશન હતા જેવા કે હાર્ટ પ્રોબ્લેમ, શ્વાસ લેવામાં તકલીફ, ઓછું વજન આ બધાને કારણે બ્રીલ્લેની જીવવાની શક્યતાઓ ખુબ જ ઓછો હતી.

બ્રીલ્લેની હેલ્થ સારી થાય તે માટે નર્સે બધા જ પ્રયત્નો કર્યા પણ કોઈ ફેરફાર થયો નહિ. બ્બીજુ કઈ ના કરતા નર્સે એક કામ કર્યું જે હોસ્પિટલની પોલીસીની વિરુદ્ધમાં હતું. તેણીએ બંને બહેનોને એક જ ઇન્કયુબેટરમાં રાખી.

તેણીએ થોડા સમય માટે બંને બહેનોને શાંતિથી સુવા દીધી. જયારે ૩-૪ કલાક બાદ નર્સ પછી આવી અને જોયું તો આશ્ચર્ય સાથે જોતી જ રહી ગઈ. તેણીએ તરત જ બીજી નર્સો તથા ડોક્ટરોને બોલાવ્યા અને બધાએ જોયું (ફોટોમાં જે દેખાય છે તે)

જ્યારે બ્રીલ્લેને નર્સે કીરે સાથે સુવડાવી ત્યારે કીરેએ પોતાનો નાનો હાથ બ્રીલ્લેની પીઠ ઉપર મુક્યો, જાણે કે તેણી બ્રીલ્લેને હગ(પ્રેમ) કરી અને સપોર્ટ કરતી હોય. તે ક્ષણ બાદ થોડા સમયમાં જ બ્રીલ્લેની તબિયતમાં સુધારો આવ્યો. તેણીના હાર્ટ રેટ અને શ્વાસ રેટ સ્ટેબલ થઇ ગયા….!!!

હું આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યો કે આ વળી કેવો ચમત્કાર ?

મોરલ :

દિલની ખરી લાગણી, પ્રેમ અને હુંફ આ બધા શાશ્વત હિલિંગ ટૂલ (Healing Tool) છે…!!

 

ટીપ્પણી